Breaking News :
સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ ભારતે ગ્લોબલ સાઉથ ભાગીદાર બોલિવિયાને જાહેર આરોગ્ય મજબૂત કરવા 8 મેટ્રિક ટન જીવનરક્ષક દવાઓની ખેપ મોકલી વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર 64 મીટરની નજીક પહોંચતા ઘાટના પગથિયાં ડૂબ્યા, કાશી વિશ્વનાથ ધામનું ગંગા દ્વાર બંધ

IND vs ENG: ઓવલમાં બુમરાહ રમશે કે નહીં? ગંભીરની કડક નિર્ણય લેવાની તૈયારી, બે ખેલાડીનું પત્તું કપાશે

July 29, 2025

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી છે. બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ત્રણ મેચ રમવાનું નક્કી થઈ ગયું હતું. પરંતુ માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ સવાલ એ છે કે 31મી જુલાઈથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટમાં શું બુમરાહ ટીમનો ભાગ હશે કે તેને આરામ આપવામાં આવશે? આ અંગે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે 'બધા ફાસ્ટ બોલરો ફિટ છે, કોઈને પણ કોઈ ઈજા નથી.' ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે, ‘ફાસ્ટ બોલરોની ફિટનેસ અંગે કોઈ ચિંતા નથી. બધા બોલરો ફિટ છે. ઈજાની કોઈ સમસ્યા નથી.' માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં અંશુલ કંબોજે સારું પ્રદર્શન કર્યું ન હતું, જેના કારણે તેને છેલ્લી ટેસ્ટમાં ડ્રોપ કરવામાં આવી શકે છે. અર્શદીપ સિંહને તેની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જ્યારે શાર્દુલ ઠાકુરની પણ બોલિંગ અસરકારક રહી નહતી. જેના કારણે કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.