ઇન્ડોનેશિયામાં બસ કાંકરીટના બેરિયર સાથે અથડાઈ, 16 લોકોના મોત, 13ની હાલત ગંભીર

December 22, 2025

ઇન્ડોનેશિયામાં થયેલા આ ભીષણ માર્ગ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા છે. સ્થાનિક સમય અનુસાર સોમવારે મધરાતે આ અકસ્માત થયો હતો, જ્યારે 34 મુસાફરોને લઈને જઈ રહેલી બસ કાંકરીટના બેરિયર સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયા છે અને અનેક અન્ય લોકો ઘાયલ થયા છે. સર્ચ અને રાહત એજન્સીના વડા બુડિયોનોએ જણાવ્યું કે બસના ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ કાંકરીટના બેરિયર સાથે અથડાઈને પલટી ગઈ.

પોલીસે જણાવ્યું કે અકસ્માતગ્રસ્ત બસ રાજધાની જકાર્તાથી પ્રાચીન શાહી શહેર યોગ્યકાર્તા જઈ રહી હતી. અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુડિયોનોએ કહ્યુ કે જોરદાર ટક્કરના કારણે ઘણા મુસાફરો બસમાંથી બહાર ફેંકાઈ ગયા અને કેટલાક બસના ઢાંચામાં ફસાઈ ગયા. પોલીસ અને બચાવ દળ અકસ્માત બાદ આશરે 40 મિનિટે ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્યાં જ મૃત્યુ પામેલા છ મુસાફરોના મૃતદેહો બહાર કાઢ્યા. બુડિયોનોએ વધુમાં જણાવ્યું કે અન્ય 10 લોકોએ હોસ્પિટલ લઈ જતા સમયે અથવા સારવાર દરમિયાન દમ તોડી દીધો.

આ ઘટનામાં 18 લોકો ઘાયલ થવાના સમાચાપર સામે આવી રહ્યા છે જેમાંથી 5ની હાલત ગંભીર છે. અને અન્ય 13 લોકોને વધારે હાનિ પહોંચી છે. મીડિયા અહેવાલોમાં પીળી બસ તેની બાજુમાં પલટી ગઈ હતી અને રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીના કર્મચારીઓ, પોલીસ અને રાહદારીઓથી ઘેરાયેલી હતી, જ્યારે એમ્બ્યુલન્સ પીડિતો અને મૃતકોને લઈ જઈ રહી હતી.