હારીજમાં એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત
January 11, 2026
પાટણ- હારીજ-ચાણસ્મા હાઇવે પર પર લકઝરી બસ પલટી મારી જતાં 2 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટિવા સવાર આડો ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો, બસ ચાલકે તેને બચાવવાનો પ્રત્યન કર્યો હતો. જેથી રોડની સાઈડમાં લકઝરી બસ ઉતરી ગઈ હતી.
હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક એક એક્ટીવા ચાલકને બચાવવા જતાં લકઝરી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ લકઝરી પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકો મોતને ભેટયા હતા તો અન્ય 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ ગામ લેઉવા પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી વડીલો લકઝરી બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગોઝારો અકસ્માત નડ્યો હતો.
અકસ્માત એટલો ભયાવહ હતો કે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મદદ માટે બસની અંદરથી બૂમરાડ મચી હતી, રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. જેમને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને ઘટનાની જાણ કરી હતી અને બસમાંથી લોકોને કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ સગા સંબંધીઓને અકસ્માતની જાણ થતાં હોસ્પિટલ બહાર ટોળે ટોળાં ઉમટ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા, હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026