કેપ્ટન કુલ પરિવાર સાથે રજાઓ માણવા ફ્રાન્સ પહોંચ્યા! સોશિયલ મીડિયા પર ફોટો કર્યા પોસ્ટ

June 11, 2024

થોડા સમય પહેલા ઈટાલીમાં મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં હાજરી આપનાર મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની અને પુત્રી સાથે ફ્રાન્સના રોમેન્ટિક સિટી પહોંચી ગયો છે, જ્યાંથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. હવે કેપ્ટન કુલ ધોની છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાંસના પ્રવાસે છે. હવે ધોનીનો પરિવાર સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની પુરા પરિવાર સાથે પેરિસના એફિલ ટાવરની સામે ફોટો ક્લિક કરાવતા જોવા મળી રહ્યાં છે. એમએસ ધોની, તેની પત્ની સાક્ષી અને તેમની નવ વર્ષની પુત્રી ઝિવા તાજેતરમાં ફ્રાન્સમાં રજાઓ ગાળતી જોવા મળી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર એમએસ ધોનીની દીકરી ઝીવા ધોનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ પોસ્ટને 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. એમએસ ધોનીએ IPL 2024ની 11 ઇનિંગ્સમાં 220.54ના અદ્ભુત સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા, જે 100થી વધુ રન બનાવનારા તમામ બેટ્સમેનોમાં બીજા નંબરનો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. ગત સિઝનમાં એમએસ ધોની ઈનિંગની છેલ્લી બે ઓવરમાં જ બેટિંગ કરવા આવ્યા હતા. જ્યારે આઈપીએલ 2024ની શરૂઆત પહેલા એમએસ ધોનીને કેપ્ટનશિપમાંથી ફ્રી કરવામાં આવ્યો ત્યારે ચાહકોએ વિચાર્યું કે, ધોની હવે આઈપીએલમાં નહીં રમે, પરંતુ તેમણે આઈપીએલ 2024 રમી હતી. એમએસ ધોનીની બેટિંગ જોવા માટે ફેન્સ મેદાનમાં આવતા હતા. કારણ કે ચાહકોને લાગ્યું કે, આ સીઝન એમએસ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે.  જોકે, ચાહકો ઈચ્છે છે કે એમએસ ધોની આઈપીએલ 2025માં પણ રમે. વેલ, અત્યાર સુધી એમએસ ધોની તરફથી નિવૃત્તિને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. હવે જોવાનું એ છે કે એમએસ ધોની આઈપીએલ 2025 રમે છે કે તે પહેલા નિવૃત્ત થાય છે?