200 રોડ પર ચક્કાજામ, 160 ટ્રેન રદ, ખેડૂતો દ્વારા પંજાબમાં બંધના એલાનના ઊંડા પ્રત્યાઘાત
December 30, 2024
પંજાબ-હરિયાણાની શંભુ અને ખન્નૌરી બોર્ડર પર પાકની MSPની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ માટે ખેડૂતોએ આજે પંજાબ બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના પ્રદર્શનમાં પાનબસ પીઆરટીસી વર્કર યુનિયનના કર્મચારીઓ તેમજ અન્ય ખેડૂત સંગઠનોએ પણ પંજાબ બંધને સમર્થન આપવાની વાત કરી છે.
પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન છે. આ વિરોધને કારણે 163 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે 19 ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. તેમજ બસો દોડશે નહીં, દૂધ પુરવઠો, શાકભાજીનો પુરવઠો, તમામ બજારો, ગેસ એજન્સીઓ, પેટ્રોલ પંપ, ખાનગી વાહનો પણ બંધ રહેશે. એસજીપીસીએ પણ બંધને સમર્થન આપ્યું છે.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે. દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહેશે. ટ્રેન અને બસ સેવાને પણ અસર થશે. બસ સેવા પણ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. ખેડૂતો અને દૂધવાળાઓએ પણ બંધના સમર્થનમાં શાકભાજી અને દૂધનું સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જો કે, પંઢેરે જણાવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ ઇમરજન્સી સેવાઓ ખોરવાશે નહીં. બંધ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. તેમજ SGPCએ પણ ખેડૂતોની હડતાળના સમર્થનમાં તેની ઓફિસો અને સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. ખેડૂત આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખન્નૌરી અને શંભુ બોર્ડર પહોંચવા હાકલ કરી હતી. ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું હતું કે તેમના વતી ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના જજને છેલ્લા 34 દિવસમાં પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026