ચીને ભારતના એક્સપોર્ટ પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા

August 20, 2025

ચીને ભારત માટે નિકાસના માર્ગ પર લાદેલા પ્રતિબંધો હટાવી દિધા છે. આ પરિવર્તન બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી મુલાકાત બાદ જોવા મળ્યુ છે. ટ્ર્મ્પની ટેરિફ નીતિઓથી પ્રભાવિત થયેલા ભારત-ચીનના સંબંધો મજબૂતીથી આગળ વધી રહ્યા છે. જે ડૉનાલ્ડ ટ્ર્મ્પ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

ચીને ભારતના એક્સપોર્ટ પર લગાવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. જેમાં ઉર્વરક, રેયર અર્થ મિનરલ્સ, મૈગ્નેટ અને ટનલ બોરિંગ મશીન પર લગાવેલી રોક હટાવી લીધી છે. આ પ્રતિબંધ હટાવ્યા બાદ ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધો આગળ વધશે અને નવી દિશા પ્રાપ્ત કરશે તે અંગે આશા વ્યક્ત કરવામાં આવી છે. 

ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત થઇ હતી. બેઠક બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યુ હતુ કે, ચીને ભારતની માગ પર કામ કરવાનું શરુ કર્યુ છે. આ પગલા બન્ને દેશ વચ્ચેના વેપારી સબંધોની નવી શરૂઆત માનવામાં આવી રહ્યા છે. ચીન અને ભારતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બન્ને દેશ સાથે મળીને કામ કરશે તો મુશ્કેલીઓને ઓછી કરાશે. અને સ્થિરતા પણ લાવી શકાશે.