ચૂંટણીના પરિણામ પહેલાં જ CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા

December 06, 2022

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી પહોંચીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતાં.મંદિર ટ્રસ્ટે કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સીએમનું સ્વાગત કર્યું હતું. પોતાના પત્ની અને પરિવાર સાથે માં અંબાના દ્વારે પહોંચેલા સીએમ એ દર્શન કરીને ભાજપની જીતની પ્રાર્થના કરી હતી.અંબાજી મંદિરે ભુપેન્દ્ર પટેલે પરિવાર સાથે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી અને માંના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા, ભટ્ટજી મહારાજ દ્વારા તેમને રક્ષા પોટલી બાંધી અને આશીર્વાદ આપ્યા હતા. માતાજીના શિખરે ધજા રોહણ કરી ધન્યતા અનુભવી હતી. ભટ્ટજી મહારાજે ભૂપેન્દ્ર પટેલને ચૂંદડી ઓઢાડી સ્મુર્તિ ચિન્હ અર્પણ કર્યું હતું.