બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ટીકિટ
March 29, 2026
કલક્તા ઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ 294 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને TMC એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે CPMએ શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદવારો ઉતારવાના નિર્ણય બાદ રવિવારે કોંગ્રેસ તરફથી 284 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા 294 છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને TMCએ અલગ-અલગ લડી હતી અને મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ભાજપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પૂર્વ ધારાસભ્ય અલી ઈમરાન રમ્ઝ (વિક્ટર) ઉત્તર દિનાજપુરની ચાકુલિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમેન મિત્રાના પુત્ર રોહન મિત્રા બાલીગંજ બેઠક પરથી ચૂંટણી લડશે. નંદીગ્રામ મતવિસ્તારમાં કોંગ્રેસે પાર્ટીના યુવા ચહેરા શેખ ઝરિયાતુલ હુસૈન પર ભરોસો મૂક્યો છે. નંદીગ્રામથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. મોહિત સેનગુપ્તા રાયગંજ બેઠક પરથી, પૂર્વ ધારાસભ્ય અમલ આચાર્ય ઇટાહારથી, પૂર્વ ધારાસભ્ય નેપાલ મહતો બાઘમુંડીથી, પૂર્વ ધારાસભ્ય મિલ્ટન રાશિદ હસનથી અને મુસ્તાક આલમ હરિશ્ચંદ્રપુરથી ચૂંટણી લડશે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026