કોરોનાનો રાફડો ફાટ્યો! 146 દિવસમાં સૌથી વધુ કેસ, 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 1590 થઈ, 6નાં મોત
March 25, 2023

નવી દિલ્હી : દેશમાં કોરોના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા 1,590 થઈ ગઈ છે. આ કેસોની સંખ્યા છેલ્લા 146 દિવસમાં સૌથી વધુ છે. હાલ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 8,601 થઈ ગઈ છે. આજે સવારે આઠ વાગ્યે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં ત્રણ તેમજ કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં એક-એક દર્દીના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા હતા. જે બાદ મૃત્યુઆંક વધીને 5,30,824 થઈ ગયો છે.
આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4.47 કરોડ થઈ ગઈ છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દર 98.79 ટકા નોંધાયો છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Related Articles
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જા...
May 30, 2023
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવર્નરે કહ્યું- નિયમોનો ખોટી રીતે ઉપયોગ ન કરે
NPA છુપાવવા ખાનગી બેંકોની ગોલમાલ, RBI ગવ...
May 30, 2023
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકોના મોબાઈલ-પર્સ ચોરાયા
મોદી સ્ટેડિયમમાં તસ્કરોનો હાથફેરો, IPLની...
May 30, 2023
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ યાદવના ઘર સહિત અન્ય 12 સ્થળોએ દરોડા
ઝારખંડમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસન...
May 30, 2023
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મેડલ ગંગા નદીમાં નાંખી દેવાની કરી હતી જાહેરાત
કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના, પોતાના મે...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023