નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ

December 09, 2025

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે. વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. 

નોંધનીય છે કે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ વર્ષ 1983માં 30મી એપ્રિલે ભારતની નાગરિકતા મેળવી હતી. જોકે તે પહેલા 1980ની દિલ્હીના મતદારોની યાદીમાં તેમનું નામ હતું. જે બાદમાં 1982માં ડિલીટ કરવામાં આવ્યું. અરજીમાં સવાલ કરાયો છે કે શું મતદાર યાદીમાં કોઈ છેતરપિંડી કરાઈ હતી? શું ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા હતા? 

આજે જ સોનિયા ગાંધીનો 79મો જન્મદિન પણ છે. વડાપ્રધાન મોદીએ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.