પ્રતાપગઢમાં ગેંગસ્ટર રાજેશ મિશ્રાના ઘરેથી મળ્યા કરોડો રૂપિયા, પરિવારની પણ સંડોવણી આવી સામે

November 10, 2025

પ્રતાપગઢમાં જેલમાં બંધ ગેંગસ્ટર રાજેશ મિશ્રાના ઘરે દરોડા પાડતા એટલી બધી રોકડ મળી આવી કે પોલીસ ગણતા ગણતા થાકી ગઇ. કુલ 2.01 કરોડ રૂપિયા રોકડા, 6 કિલો ગાંજા અને 577 ગ્રામ સ્મેક મળી આવ્યા. પોલીસને તો ગણતરી કરવામાં જ 22 કલાક લાગ્યા. રાજેશ જેલની અંદરથી જ દાણચોરીનું આખી નેટવર્ક ચલાવતો હતો. તેની પત્ની રિના અને તેનો પરિવાર પણ તેમા સામેલ હતા.

ઉત્તર પ્રદેશ પોલીસના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે દાણચોરીના કેસમાં આટલી મોટી રકમ મળી આવી હોય કે કાઉન્ટર થાકી ગયા હોય. પોલીસે સતત 22 કલાક સુધી બેસીને પૈસા ગણવા પડ્યા હતા. સવારે લગભગ 8:30 વાગ્યે, પ્રતાપગઢના માણિકપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુંડીપુર ગામમાં અચાનક પોલીસનો મોટો કાફલો , સ્ટેશન ઇન્ચાર્જ સાથે પહોંચ્યો હતો. હેવાલ મુજબ, રાજેશ મિશ્રા જે હાલમાં જેલમાં છે.

અહીંથી પોતાનું આખું નેટવર્ક ચલાવી રહ્યો હતો. રાજેશ મિશ્રા એ જ નામ છે જેણે દારૂ, જમીન અને હવે ડ્રગ્સના વ્યવહાર માટે કુખ્યાત છે. રાજેશ હાલમાં જેલમાં છે, પરંતુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેની ગેંગ ત્યાંથી કાર્યરત હતી. જેલની અંદરથી સોદાઓ અંતિમ સ્વરૂપ પામતા હતા, જ્યારે તેનો પરિવાર બહારથી ડિલિવરી અને રોકડ સંગ્રહનું સંચાલન કરતો હતો.