અમરનાથ યાત્રા માટે તારીખો પણ જાહેર કરાઈ, 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત

April 21, 2025

અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલ બંને રૂટથી એક સાથે શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર સમાપ્ત થશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, બેઠકમાં જમ્મુ, શ્રીનગર અને અન્ય સ્થળોએ આવેલા કેન્દ્રો પર રહેવાની ક્ષમતા વધારવા, ઇ-કેવાયસી માટે યાત્રી સુવિધા કેન્દ્રોનું સંચાલન, આરએફઆઈડી કાર્ડ જારી કરવા, નૌગામ અને કટરા રેલ્વે સ્ટેશનો સહિત અનેક સ્થળોએ યાત્રાળુઓની સ્થળ પર નોંધણી માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી.

પવિત્ર અમરનાથ ગુફા જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલી છે. અમરનાથ પર્વત પરની આ ગુફા દક્ષિણ કાશ્મીરમાં છે, જે શ્રીનગરથી 140 કિલોમીટરના અંતરે આવેલી છે. ઉપરાંત, બાલટાલથી આ પવિત્ર ગુફાનું અંતર 16 કિલોમીટર છે. પહેલગામથી પવિત્ર ગુફાનું અંતર 45-47 કિલોમીટર છે.