દિલ્હી 50થી વધારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ થઇ દોડતી

August 20, 2025

દિલ્હીમાં સ્કૂલોને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. કોણ જાણે કોણ ધમકીઓ આપી રહ્યું છે. પરંતુ જે પણ વ્યક્તિ છે તે સ્કૂલ અને કોલેજોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. હમણા થોડા દિવસો પહેલા જ 5 જેટલી શાળાઓને ધમકી મળી હતી. ત્યારે હવે ફરી એકવાર 50 થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક સાથે આટલી શાળાઓને ધમકી મળતા પ્રશાસન દોડતુ થયુ છે. મહત્વનું છે કે 18 ઓગષ્ટે પણ 32 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલ આ માહિતીને પગલે બોમ્બ સ્ક્વો઼ડ, ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ સ્થળ પર પહોંચી છે. 

સવાલ એ થાય કે વારંવાર આ પ્રકારની ધમકીઓ મળી રહી છે તેની પાછળ કોનો હાથ છે.તેને શોધવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. દિલ્હી પોલીસની ટીમ કદાચ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઇ હોવાનું લાગી રહ્યું છે પરિણામે વારંવાર આવા ધમકી ભર્યા ઇમેઇલ મળી રહ્યા છે. વારંવાર આ પ્રકારની ધમકીઓથી હવે તો બાળકો પણ શાળાએ જતા ડરી રહ્યા છે. સતર્કતાના ભાગરૂપે શાળાનું બિલ્ડિંગ આખુ ખાલી કરી દેવાય છે પરંતુ આ પ્રકારે વારંવાર મળતી ધમકીઓને કારણે શૈક્ષણિક કાર્યમાં રૂકાવટ આવી રહી છે.