દિવાળીએ દિલ્હી 'ગેસ ચેમ્બર' બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ
October 20, 2025
દેશભરમાં દિવાળીની ઉજવણી પૂર્વે જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો કેર શરૂ થઇ ગયો છે. રવિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યૂઆઇ 400ને પાર પહોંચી ગયું હતું. જે ખરાબ સ્થિતિની કેટેગરી માનવામાં આવે છે. દરરોજ એક્યૂઆઇ વધી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ દિલ્હીનું પ્રદૂષણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. જ્યારે પંજાબમાં પરાળી સળગાવવાની 241 ઘટના સામે આવી છે.
પ્રદૂષણ વધતા જ દિલ્હીમાં સ્ટેજ-2 હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો તાત્કાલીક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. બીજા સ્ટેજમાં રોડ પર વાહનોની સંખ્યા ઘટાડવી, નિર્માણ કાર્યો અટકાવવા, ધુળ અને ધુમાડાને ઘટાડવા પ્રયાસ કરવો વગેરે ઉપાયો સામેલ છે. આ સાથે જ વૃદ્ધો બાળકો અને શ્વાસની બીમારી હોય તેમને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે.
નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે. શૂન્યથી 50 વચ્ચેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સારો માનવામાં આવે છે. 100 સુધી પણ કોઇ મુશ્કેલી નથી જણાતી પરંતુ 200નો આંક પાર કરવો ખતરનાક માનવામાં આવે છે.
એક તરફ દેશભરમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે, કેટલાક રાજ્યોમાં તો શિયાળાની શરૂઆત થઇ ચુકી છે એવામાં કેરળમાં ભારે વરસાદ પડયો હતો. સ્થિતિ એટલી કથળી ગઇ હતી કે છ જિલ્લાઓમાં ઓરેન્જ અને આઠ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવું પડયું હતું.
તમિલનાડુમાં પણ આગામી ચાર દિવસો સુધી વરસાદ પડવાની આગાહી કરાઇ છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ અપાઇ છે. બંગાળની ખાડીમાં પ્રેશર વધતા તમિલનાડુમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુના મુલ્લાપેરિયાર બાંધના 13 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે.
દિલ્હીમાં પ્રદૂષણના વિસ્ફોટ વચ્ચે પંજાબમાં પરાળી સળગાવવાની 241 ઘટનાઓ સામે આવી છે જેમાં 132 ફરિયાદ દાખલ કરાઇ છે. આ તમામ આંકડા 15 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધીના છે. દિલ્હીમાં પ્રદૂષણ માટે હરિયાણા અને પંજાબમાં પરાળી સળગાવવાને પણ જવાબદાર માનવામાં આવે છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026