કેનેડા સામે જીતવા છતાં પાકિસ્તાની ટીમ માટે મોટો ખતરો, નહીં ટકવા દે વર્લ્ડકપમાં!

June 12, 2024

અમેરિકામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ સતત હારનો સામનો કરી રહી છે. પહેલા અમેરિકા અને બાદમાં કટ્ટર હરીફ ભારત જોડે જીતેલા મેચને ગુમાવી દીધી. ત્યારે ટીમ માટે સારા સમાચાર એ આવ્યા છે કે મંગળવારે કેનેડા સામે રમાયેલી મેચમાં પાકિસ્તાને જીત મેળવી છે. આ પછી પાકિસ્તાને સુપર-8 માટે ક્વોલિફાય થવા માટે બાકીની તમામ મેચો જીતવી જરૂરી છે. તેનાથી પાકિસ્તાને આગળના રાઉન્ડમાં ક્વોલીફાય થવાની આશા જાગી છે. આગળનો મુકાબલો ફ્લોરીડામાં આયર્લેન્ડની સામે થવાનો છે. પરંતુ ટીમ એક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. પાકિસ્તાનની ટીમને પહેલાથી જ અમેરિકાએ મુશ્કેલી વધારી હતી. અત્યારે આગળ વધવા માટે ટીમ અમેરિકા ઉપર જ નિર્ભર છે. પરંતુ આ વખતે વાસ્તવિક સમસ્યા અમેરિકાની નહીં પણ વરસાદની છે. વર્લ્ડકપમાં આગળ વધવા માટે પાકિસ્તાનની ટીમ પોતાની જીત કરતા અમેરિકાની હાર પર વધારે નિર્ભર છે. તેણે કેનેડાને હરાવીને આ દિશામાં પહેલું પગલું ભર્યું છે. પાકિસ્તાનનો આગળનો મુકાબલો આયર્લેન્ડ જોડે છે. પણ ટીમ માટે ચિંતાનો વિષય વરસાદ છે. કારણ કે ફ્લોરિડામાં મેચ દરમિયાન વરસાદ પડવાની આગાહી છે. તેનું ઉદાહરણ શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચમાં દેખાયું હતું. વરસાદના કારણે મેચ રદ કરવી પડી હતી. અને હવે શ્રીલંકાની ટીમનું વર્લ્ડકપમાંથી બહાર થવાનું લગભગ નિશ્ચિત છે. પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં 91ટકા વરસાદ પડવાની આગાહી છે. એટલે કે વરસાદ મેચમાં વિધ્નરૂપ બની શકે છે. જો એમ થયું તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. જેનાથી પાકિસ્તાનના કુલ 3 પોઈન્ટ થઇ જશે. જયારે અમેરિકા અને ભારત 4 પોઈન્ટ સાથે ગ્રુપ Aના ટેબલમાં પહેલું અને બીજું સ્થાન ધરાવે છે. માટે વરસાદ પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી બહાર કરી શકે છે.