થ્રી ઈડિયટ ટુ બનવાનું નક્કી, મૂળ ટીમ જ રીપિટ થશે

December 09, 2025

મુંબઈ : બોલિવુડમાં જૂની હિટ ફિલ્મોના પાર્ટ ટુ ,પાર્ટ થ્રી બનાવી ફ્રેન્ચાઈઝીની ગુડવિલ વટાવી લેવાની હોડ ચાલી છે તેમાં આમિર ખાન પણ જોડાયો છે. તે 'થ્રી ઇડિયટસ ટુ ' બનાવી રહ્યો છે. મૂળ રાજકુમાર હિરાણીની આ ફિલ્મનો બીજો ભાગ ૧૫ વર્ષ પછી આવશે. તેમાં મૂળ કલાકારો આમિર ખાન, કરીના કપૂર, આર. માધવન, શર્મન જોશી  જ રીપિટ થશે.  ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષનાં ઉતરાર્ધમાં શરુ કરાશે. જોકે, ફિલ્મની સ્ક્રિપ્ટ અત્યારથી જ લખાઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. રાજકુમાર હિરાણી છેલ્લા કેટલાક સમયથી દાદા સાહેબ ફાળકેની બાયોપિક બનાવવાનો પ્લાન કરી રહ્યો હતો. જોકે, આ ફિલ્મ હવે તેણે પડતી મૂકી છે અને તેને બદલે 'થ્રી ઇડિટય ટુ'નો પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યુું છે.