Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

રાપરના ચિત્રોડ ગામે મતદાન સમયે બે જૂથ વચ્ચે ઢીકાપાટુની મારામારી

June 22, 2025

રાપર- ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોને લઈને આજે રવિવારે (22 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં ત્રણ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે રાપરના ચિત્રોડ ગામે પંચાયતની ચૂંટણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. મતદાન બાબતે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 


કચ્છના 9 તાલુકામાં કુલ 129 સ્થળે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાપરના ચિત્રોડ ગામે મતદાનને લઈને બે જૂથના કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં ઢીકાપાટુની મારામારી થઈ હતી. જોકે, પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. 

બીજી તરફ, ભુજના માધાપરની એમએસવી હાઈસ્કૂલના મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે બુથ પર બેસવા બાબતે રકઝક થઈ હતી. જેમાં પોલીસે મતદાર સાથે અસભ્ય વર્તન કર્યુ હોવાની ફરિયાદ ઉઠી હોવાનું સામે આવ્યું છે.