હનુમાનજી સાથે વાતોના દાવા કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આવ્યું મોટું નિવેદન, મચ્યો હડકંપ
January 24, 2023

તાજેતરમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓને કારણે ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી એક વખત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વિવાદાસ્પદ નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું કે, 'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા' હવે મારું પણ એવું જ સૂત્ર છે કે 'તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેગેં' બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કહ્યું કે, આ સૂત્ર દેશભરમાં ફેલાવવા માટે એક થવું જોઈએ. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, માત્ર બાગેશ્વર ધામ પર જ આરોપો નથી લગાવવામાં આવ્યા આ એક રીતે સમગ્ર હિંદુ ધર્મ પર આંગળી ચીંધવા જેવી વાત છે. એટલા માટે ભારતના લોકોએ ઘરની બહાર આવીને આનો જવાબ આપવો પડશે. આ પછી પણ જેઓ આગળ નહીં આવે તો તેઓ કાયર ગણાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ લોકોને મોબાઈલ દ્વારા આ સ્લોગન આખા દેશમાં પહોંચાડવા અપીલ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ દેશમાં એવો કોઈ મહાપુરુષ નથી કે જેના પર કોઈ આરોપ ન લગાવવામાં આવ્યો હોય. મીરાં હોય, રૈદાસ હોય, કબીર હોય કે તુલસીદાસ હોય બધાએ યોગ્ય સાબિત થવું પડ્યુ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, લોકો મને પૂછતા હતા કે બાબા શું ચમત્કાર કરો છો. હું આ વ્યાસપીઠમાંથી આવા તમામ લોકોને કહેવા માંગુ છું કે, સૌથી મોટો ચમત્કાર એ થયો છે કે આજે આખા દેશના હિંદુઓ એક થઈ ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જો કોઈને બીજો ચમત્કાર જોવો હોય તો બાગેશ્વર ધામ સરકારના દરબારમાં આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈની અંદર સનાતની હિંદુનું એક ટીપું પણ હોય તો અમને સમર્થન આપવું જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય નેતા નહીં બને અને ક્યારેય પોતાનો કોઈ પક્ષ નહીં બનાવશે.
Related Articles
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો ઉપર દિવાલ ધરાશાયી થતા 4ના મોત, 14 ઇજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમ...
Dec 08, 2023
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક...
Dec 08, 2023
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ : પૈસા લઈને સદનમાં સવાલ પૂછવાના કેસમાં કાર્યવાહી
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ...
Dec 08, 2023
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો', ભડક્યા પૂર્વ ડાકૂ મલખાન સિંહ
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી...
Dec 08, 2023
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદીની ચિંતા
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદ...
Dec 06, 2023
Trending NEWS

પક્ષોએ અમારા એજન્ડાઓ ચોરી લીધા... CM કેજરીવાલનો ભા...
06 December, 2023

હવે ગુજરાતમાં નકલી ઓપરેશનનું કૌભાંડ! પરિવાર નિયોજન...
06 December, 2023

વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા ભાજપના 12 સા...
06 December, 2023

ગુજરાતમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર, 13 હ...
05 December, 2023

નેતન્યાહૂ પર આવી નવી મુસીબત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ...
05 December, 2023

કેનેડા : ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમ...
05 December, 2023

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા
05 December, 2023

અક્ષયની હાઉસફૂલ પાંચ ફાવતી તારીખ માટે પાછી ઠેલાઈ ગ...
05 December, 2023

હુમા કુરેશી પણ નવલકથા લેખક બની ગઈ, પહેલી બૂક લોન્ચ
05 December, 2023

CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, કો...
05 December, 2023