ઘરમાં આ વિધિ-વિધાનથી કરો માં દુર્ગાની પૂજા અર્ચના, સુતેલા ભાગ્ય જાગશે

October 15, 2023

15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે દેવી નવદુર્ગાની પૂજા કરે છે. સામાન્ય રીતે દરેક ઘરમાં દેવી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી નથી, પરંતુ આજકાલ ગણેશ જેવી માતાની નાની મૂર્તિ સ્થાપિત કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો કોઈના ઘરમાં મૂર્તિ સ્થાપિત હોય તો તેની પૂજા યોગ્ય વિધિથી કરો. જે લોકોના ઘરમાં મા નવદુર્ગાની સ્થાપના નથી થતી. તે લોકોએ પોતાના ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને મા નવદુર્ગાના ફોટાની પૂજા કરવી જોઈએ, જેથી તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.

દીપ પ્રગટાવો
શારદીય નવરાત્રિમાં દીપ પ્રાગટ્ય કરીને ભક્ત આરાધના કરી શકે છે. આરાધના કરતી વખતે દીપ પ્રજ્વલ્લિત હોય તે ખુબ જરૂરી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે માં નવર્દુગાની તસવીરોના પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. જે પરિવારમાં જૂની પદ્ધતિથી નવર્દુગાની આરાધના કે સાધના થાય છે તે ભક્તોએ તમામ પરંપરાઓ અનુસાર જ દેવીની આરાધના કરવી જોઇએ.

મંત્રસિદ્ધિ કરી શકાય
આ સમયમાં શ્રી શક્તિ સાધના દ્વારા વિવિધ મંત્રસિદ્ધિ કરી શકાય જેવા કે અંબિકા યંત્ર, કાલિ યંત્ર, દુર્ગા યંત્ર, દશવિદ્યા યંત્ર વગેરે સિદ્ધ કરવા ઉત્તમ છે. ભક્તજનો મા અંબિકા, મા કાલી, મા દુર્ગા, મા ચામુંડા, મહાશક્તિ સાધના- અનુષ્ઠાન યા ભક્તિ-પ્રાર્થના અથવા કેવળ ઉપવાસ-આરતી કરે છે. આમ અનુકૂળતા મુજબ ઉપાસના થાય છે. માં નવર્દુગાની આરાધના કરતા પરંપરામાં ભક્તોના ઘરે માં નવર્દુગા માટીની મૂર્તિથી પ્રતિમા તૈયાર નથી થતી અહી તેઓ દીપ પ્રગટાવીને છાયાચિત્ર રાખીને આરાધના કરે છે.