દિલ્લી NCRમાં ધરતી ધ્રુજી, તીવ્ર ભૂકંપના આંચકા

January 24, 2023

દિલ્હી-NCRમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ   ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, એક-બે નહીં પરંતુ ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપના ત્રણ આંચકા અનુભવ્યા હતા. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર નેપાળ બાજુ નોંધવામાં આવ્યું છે. જમીનથી 10km નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે.  ભૂકંપ માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ ઉત્તરાખંડ, યુપીના રામપુરમાં પણ અનુભવાયો છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અને તેની તીવ્રતા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી.
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.