આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

January 30, 2023

ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું


ગન્નાવરમ- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. આજ રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ટેક-ઓફના થોડા સમય બાદ, ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગન્નાવરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેન હાલ સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યું છે અને કોઈ દુર્ઘટના ખબર સામે આવી નથી. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિમાને આજે દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી.


મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને તેમની સાથે અધિકારીઓની ટીમ આજે સાંજે 5:00 કલાકે દિલ્હી તરફ રવાના થઈ હતી. થોડા સમય બાદ પાયલોટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. આ કારણે ફલાઈટ 5:30 કલાકે વિજયવાડા એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. આ પછી સીએમ જગન મોહન રેડ્ડી તેમના તાડેપલ્લી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.