ઘરેલુ ક્રિકેટમાં 9 સદી ફટકારી તો પણ હરાજીમાં ફક્ત 50 લાખ મળ્યાં, હવે IPLમાં દિલ્હી માટે બનશે ટ્રમ્પ કાર્ડ?
March 17, 2025

અનુભવી બેટ્સમેન કરુણ નાયર હવે આઈપીએલ 2025 માટે તૈયાર છે. તે પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને પહેલો ખિતાબ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા ઈચ્છે છે. ઘરેલુ ક્રિકેટમાં ધમાલ મચાવનાર કરુણ નાયર હવે વિશ્વની સૌથી લોભામણી ટી20 લીગમાં બેટિંગ કરતો જોવા મળશે. 2024/25 ની ઘરેલુ સીઝનમાં નાયરનું પ્રદર્શન સારું રહ્યું, જેમાં તેની 9 સદી સામેલ હતી. દિલ્હી કેપિટલ્સે આ વખતે આઈપીએલથી તેને માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. 33 વર્ષનો વરુણ નાયર ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે મોટો ખેલાડી સાબિત થયો. તેણે 50 ઓવરના ફોર્મેટમાં રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં 8 ઈનિંગમાં 389.50ની સરેરાશથી 779 રન બનાવ્યા, જેમાં 5 સદી અને એક અડધી સદી સામેલ છે. કરુણ નાયરે રણજી ટ્રોફીમાં પણ પોતાના આ ફોર્મને ચાલુ રાખ્યુ અને 53.93 ની સરેરાશથી 863 રન બનાવ્યા, જેમાં 4 સદી સામેલ છે. તેણે કેરળ વિરુદ્ધ રણજી ટ્રોફી ફાઈનલમાં 135 રન બનાવીને પોતાની ટીમને ચેમ્પિયન બનવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. નાયરે કહ્યું, 'હું દિલ્હી કેપિટલ્સની ટીમમાં વાપસી કરીને હકીકતમાં ખૂબ ખુશ છું. હું ટીમથી જોડાવા અને રમવા માટે ખૂબ ઉત્સાહિત છું. હું દરેક મેચને છેલ્લી મેચની જેમ મહત્ત્પૂર્ણ માનીને ચાલીશ. મે ખૂબ વધુ ફેરફાર કર્યા નથી અને માત્ર પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો તથા સમગ્ર સીઝન દરમિયાન આવું કરવાનું ચાલુ રાખ્યુ. આ સીઝન માટે આ મારી રણનીતિ હતી. હું જેટલું જલ્દી થઈ શકે પોતાની પ્રક્રિયા, પોતાનો લય પ્રાપ્ત કરી લઈશ અને હું જલ્દી સારી શરૂઆત કરવા ઈચ્છીશ અને જેમ-જેમ ટુર્નામેન્ટ આગળ વધશે હું સારું કરવાનો પ્રયત્ન કરીશ. મે જે એકમાત્ર બાબત કરી છે તે સ્વયંને પરિસ્થિતિઓ અનુસાર ઢાળવાની છે. મે પોતાની રમતમાં અમુક શૉટ જોડ્યા અને જરૂર પડવા પર તેને અજમાવવાનો આત્મવિશ્વાસ બનાવ્યો. હું હવે તણાવમુક્ત રહેવાનો પણ પ્રયત્ન કરું છું.' નાયરે દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન અક્ષર પટેલની ખૂબ પ્રશંસા કરી. તેણે કહ્યું, 'અક્ષર લાંબા સમયથી રમી રહ્યો છે અને તે શાનદાર કેપ્ટન સાબિત થશે. તે એક એવો ખેલાડી છે જે રમતના દરેક પાસા વિશે સારી રીતે જાણે છે અને દરેકની સ્થિતિ અને ભૂમિકાને સમજે છે. હું તેની સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છું.'
Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025