અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ, અનંત નેશનલ યુનિવર્સિટી પાછળ ખેતરો તળાવમાં ફેરવાયા
July 25, 2026
અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળ આવેલા વિસ્તારોમાં ભારે પાણી ભરાતા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારના ડ્રોન દૃશ્યોમાં વરસાદી પાણીનો વ્યાપ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
ઘુમાથી મણિપુરને જોડતા માર્ગની આસપાસ આવેલા ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. બીજી તરફ સંસ્કારધામ પાછળ AUDA દ્વારા નવનિર્મિત તળાવ પણ વરસાદી પાણીથી છલકાઈ ગયું છે.
ભારે વરસાદને પગલે અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ વરસાદી માહોલ યથાવત રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026