RCBની હોમગ્રાઉન્ડ પર પહેલી જીત:રાજસ્થાનને 11 રનથી હરાવ્યું; હેઝલવુડે 19મી ઓવરમાં 2 વિકેટ લઈને મેચ પલટી નાખી

April 25, 2025

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીઝનની પહેલી મેચ જીતી લીધી. ટીમે રાજસ્થાન રોયલ્સને 11 રનથી હરાવી દીધું. જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર 1 રન આપ્યો. તેણે આ ઓવરમાં 2 વિકેટ લઈને મેચ પલટી નાખી. હેઝલવુડે મેચમાં 4 વિકેટ લીધી.

શુક્રવારે બેંગલુરુમાં RRએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. RCBએ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન 9 વિકેટ ગુમાવીને 194 રન જ બનાવી શક્યું. યશસ્વી જયસવાલે 49 અને ધ્રુવ જુરેલે 47 રન બનાવ્યા. સંદીપ શર્માને 2 વિકેટ મળી. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકક્કલે ફિફ્ટી ફટકારી. કૃણાલ પંડ્યાએ 2 વિકેટ લીધી.