પરોઢિયે 5 લોકોને કાળ ભરખી ગયો:અમદાવાદના ધોળકામાં ડમ્પર પાછળ બોલેરો ઘૂસી

February 27, 2024

અમદાવાદ : અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.