હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ, અત્યાર સુધીમાં બેનાં મોત

July 29, 2025

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે સવારે મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે અને બે અન્ય ગુમ થયા છે. માહિતી અનુસાર, મંડી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે અને સમગ્ર પ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  એડિશનલ ડેપ્યુટી કમિશનર રોહિત રાઠોડે જણાવ્યું હતું કે સવારે 4 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે.

રાઠોડે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઉપરના વિસ્તારોમાંથી કાટમાળ નીચલા વિસ્તારોમાં જમા થયો છે. આ વાદળ ફાટવાનું પરિણામ હોઈ શકે છે. હાલમાં તમામ અધિકારીઓ રાહત કાર્યમાં રોકાયેલા છે. અમને જેલ રોડ નજીક નુકસાનની માહિતી મળી છે. આ ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અમે 2 મૃતદેહો બહાર કાઢ્યા છે.