અનાથ બાળકોના શિક્ષણ માટે વૃદ્ધાએ તિરુપતિ બાલજી મંદિરમાં 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા
February 04, 2025
70 વર્ષીય મહિલાએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વેંકટેશ્વર સર્વ શ્રેયસ બાલમંદિર ટ્રસ્ટને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ તેમની 35 વર્ષની કુલ બચત હતી. રેનિગુન્ટાના સી મોહનાએ કોસોવો, અલ્બેનિયા, યમન, સાઉદી અરેબિયા અને ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ ક્ષમતાઓમાં વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં કામ કરતી વખતે પોતાની બચતમાંથી આ રકમ દાનમાં આપી છે.
મંદિર સંસ્થા તરફથી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 'સિત્તેર વર્ષની વયના દાતા મોહને ટીટીડી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનાથ અને ગરીબ બાળકોના કલ્યાણ માટે વિવિધ ક્ષમતાઓમાં સેવા આપતા છેલ્લા 35 વર્ષમાં બચાવેલા દરેક પૈસાનું દાન કર્યું. તેમણે દાનની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટના રૂપમાં તિરુમાલા ખાતે ટીટીડીના એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર સીએચ વેંકૈયા ચૌધરીને મોકલી હતી. ટીટીડી તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરનો સત્તાવાર રક્ષક છે.
આંધ્રપ્રદેશમાં તિરુપતિ નજીક તિરુમાલાની ટેકરી પર ભગવાન વેંકટેશ્વરનું મંદિર છે. ભગવાન વેંકટેશ્વરને વેંકટચલાપતિ અથવા શ્રીનિવાસ બાલાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તિરુપતિ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ વિશે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. એક અંદાજ મુજબ, મંદિરની કુલ સંપત્તિ 37,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પરંતુ વાર્ષિક પ્રસાદ અને આવકની વાત કરીએ તો, આ મંદિરને સત્તાવાર રીતે સૌથી ધનિક હિન્દુ મંદિર કહેવામાં આવે છે.
Related Articles
ચેટજીપીટી અને ડીપસીકનો ઉપયોગ કરનારા સાવધાન, કેન્દ્રએ સરકારી કર્મચારીઓને ચેતવ્યા
ચેટજીપીટી અને ડીપસીકનો ઉપયોગ કરનારા સાવધ...
મહાકુંભમાં મોદી, સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ
મહાકુંભમાં મોદી, સંગમમાં પવિત્ર સ્નાન કર...
Feb 05, 2025
અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે
અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 20...
Feb 05, 2025
શું પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
શું પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવશે? સરકાર...
Feb 04, 2025
ભારતમાં અત્યારે કેટલી છે બેરોજગારી? સરકારે સંસદમાં બતાવ્યા આંકડા
ભારતમાં અત્યારે કેટલી છે બેરોજગારી? સરકા...
Feb 04, 2025
સ્વારેલ SwaRail App: રેલ્વે મંત્રાલયની નવી એપથી પ્રવાસીઓને મળશે તમામ સુવિધા
સ્વારેલ SwaRail App: રેલ્વે મંત્રાલયની ન...
Feb 04, 2025
Trending NEWS
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
04 February, 2025
03 February, 2025
03 February, 2025
Feb 05, 2025