સોનાક્ષીએ 14 કરોડનો ફલેટ પાંચ વર્ષે 22 કરોડમાં વેંચ્યો

February 04, 2025

મુંબઈ : ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુંબઈના બાંદરા વિસ્તારમાં આવેલો તેનો ફલેટ ૨૨ કરોડમાં વેચી દીધો છે. આ જ બિલ્ડિંગમાં સોનાક્ષીના બે ફલેટ હતા. તેમાંથી એક તેણે વેચી દીધો છે.  સોનાક્ષીએ મે ૨૦૨૦માં ૧૪ કરોડ રુપિયામાં આ ફલેટ ખરીદ્યો હતો. આમ પાંચ વર્ષમાં તેને ૬૧ ટકાનું વળતર મળ્યું છે.  આ ફલેટ ૪૨૧૧ સ્કવેર ફૂટનો છે. તેની સાથે ત્રણ કાર પાર્કિંગ પણ એલોટ કરાયાં છે. સોનાક્ષીના આ પ્રોપર્ટી સોદામાં ૧.૩૫ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવાઈ છે. બોલીવૂડમાં છેલ્લા કેટલાય સમયથી પ્રોપર્ટી સોદા થઈ રહ્યા છે. શ્રદ્ધા કપૂર, માધુરી દીક્ષિત અને અમિતાભ બચ્ચને પણ તાજેતરમાં મોટાપાયે પ્રોપર્ટીની લે વેચ કરી છે.