'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી
June 06, 2026
મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET' ના પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીમાં મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. દિલ્હી પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પહેલા પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે હવે આ પ્રદર્શનના માર્ગમાં તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અભિજિત દીપકે શનિવારે સવારે જ અમેરિકાના બોસ્ટનથી નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા છે. ભારત પહોંચતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના સમર્થકોને ખાસ અપીલ કરી છે. તેમણે લખ્યું કે, "લેન્ડિંગ થઈ ગયું છે. જંતર-મંતર પર આપ સૌને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સાથે પુસ્તક અને આપણો તિરંગો લાવવાનું ભૂલતા નહીં! પોલીસકર્મીઓને સહાનુભૂતિ અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ફૂલ અર્પણ કરો. આપણે આ આંદોલન પ્રેમ અને શાંતિથી ચલાવવાનું છે."
આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. આ અગાઉ જાણીતા શિક્ષણ સુધારક અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ જાહેરાત કરી હતી કે જો 5 જૂન સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. CJP ના કાર્યકર્તાઓ શનિવારે સવારે શાંતિપૂર્ણ પ્રદર્શનની પરવાનગી મેળવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર પણ એકઠા થયા હતા.
Related Articles
ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિકામાં H-1Bથી ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ બંધ કરવા બિલ રજૂ
ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! અમેરિ...
Jun 06, 2026
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખ...
Jun 05, 2026
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં...
Jun 05, 2026
Trending NEWS
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
05 June, 2026
04 June, 2026
04 June, 2026
04 June, 2026
04 June, 2026