નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત
December 08, 2025
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી ગડ માતા સપ્તશ્રૃંગીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અહેવાલો અનુસાર, ઘાટ રોડ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ઇનોવા કાર અચાનક કાબુ ગુમાવી દીધી અને સીધી ખીણમાં ખાબકી હતી. મૃતકોની ઓળખ કીર્તિ પટેલ (50), રસીલા પટેલ (50), વિઠ્ઠલ પટેલ (65), લતા પટેલ (60), પચન પટેલ (60) અને મણિબેન પટેલ (60) તરીકે થઈ છે. બધા પિંપળગાંવ બસવંતના રહેવાસી છે.
અકસ્માતની માહિતી મળતાં, પોલીસ, સપ્તશ્રૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર જ્યાં પડી તે સ્થાન અત્યંત જોખમી અને લગભગ ઊભી, 800 ફૂટ ઊંડી છે, જેના કારણે બચાવ ટીમ માટે નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે. મૃતદેહો હજુ સુધી મળી આવ્યા નથી.
સ્થાનિકોએ જાહેર બાંધકામ વિભાગ (PWD) પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ઘાટના આ વળાંક પરનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હતો અને વારંવાર ફરિયાદો કરવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. રસ્તાની ખરાબ હાલત આ જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ હતી. નાશિકથી વધારાની બચાવ ટીમો બોલાવવામાં આવી છે, અને કામગીરી ચાલુ છે.
Related Articles
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો :...
Jun 28, 2026
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્...
Jun 28, 2026
ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવા ભયાનક દુષ્કાળની આશંકા
ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવ...
Jun 28, 2026
દક્ષિણ ભારતમાં કોંગ્રેસે વધારી ચિંતા, ભાજપ મુશ્કેલીમાં?
દક્ષિણ ભારતમાં કોંગ્રેસે વધારી ચિંતા, ભા...
Jun 28, 2026
અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા
અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા...
Jun 28, 2026
અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે : મોદી
અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહા...
Jun 28, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026