ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026: UPની તામસી સિંહ સતત છઠ્ઠી વખત બની ચેમ્પિયન
February 01, 2026
આરએફઆઈડી ટેકનોલોજી અને અદ્યતન સોફ્ટવેરના માધ્યમથી સંપૂર્ણ રીતે પારદર્શિતા સાથે પરિણામ જાહેર
જૂનાગઢ : જૂનાગઢમાં 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 આજે રવિવારે (1 ફેબ્રુઆરી) યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગિરનારને સર કરવા ચાર કેટેગરીમાં દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સતત છઠ્ઠી વખત ઉત્તર પ્રદેશની તામસી સિંહ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાષ્ટ્રીય ચેમ્પિયન બની છે.
જૂનાગઢના ભવનાથમાં યોજાયેલી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની વહેલી સવારે 6 વાગ્યે શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જુનિયર-સિનિયર એમ મહિલા-પુરુષ એમ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે મહિલાની સિનિયર સ્પર્ધામાં પહેલા સ્થાને રહી છે. તામસી છેલ્લા 5 વર્ષથી સતત ચેમ્પિયન બનતી આવી છે. તામસીએ 5 વર્ષ પહેલા આ સ્પર્ધામાં જુનિયર કેટેગરીથી શરૂઆત કરતી હતી. ત્યારથી તે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતા રહી છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ પારદર્શક રીતે તૈયાર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં આરએફઆઈડી ટેકનોલોજી અને અદ્યતન સોફ્ટવેરના માધ્યમથી સંપૂર્ણ રીતે પારદર્શિતા સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
- પુરુષ-સિનિયર સ્પર્ધકોનું પરિણામ(5500 પગથિયા ચડી અને ઉતરીને સ્પર્ધા જીતી)
વસાવા અનિલ - 58.16 મિનિટ
ઈન્દ્રેસ વસાવા - 59.16 મિનિટ
વિગ્નેશ ભગવતી - 60.19 મિનિટ
- મહિલા-સિનિયર સ્પર્ધકોનું પરિણામ(2200 પગથિયા ચડી અને ઉતરીને સ્પર્ધા જીતી)
તામસી સિંહે - 32.14 મિનિટ
નેહા મિશ્રા - 38.55 મિનિટ
કાજલ વેગડા - 39.26 મિનિટ
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026