અલવિદા ધર્મેન્દ્ર....'વીરુ' પંચતત્વમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત
November 24, 2025
સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.
યાદગાર રહી સફર
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી. આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે. હવે તો જલ્દી જ અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે.
ધર્મેન્દ્ર થયા પંચતત્વમાં વિલિન, બોલિવૂડ શોકમાં ગરકાવ
બોલિવૂડમાં વીરુ, હીમેન, ધરમ પાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા. સલમાન, શાહરુખ, અમિતાભ સહિતની અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.
Related Articles
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા...
Jun 25, 2026
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કા...
Jun 25, 2026
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ...
Jun 22, 2026
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્યો, સાઉદીમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્...
Jun 22, 2026
અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં!
અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુ...
Jun 17, 2026
‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!
‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે.....
Jun 17, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026