સાૈરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : વિસાવદરમાં 12, મેંદરડા અને રાધનપુરમાં 7.7 ઈંચ વરસાદ

September 19, 2023

ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ મેંદરડા અને રાધનપુરમાં 7.7 ઈંચ વરસાદ સાથે બેચરાજી અને ભાભરમાં 6.88 ઈંચ અને મહેસાણામાં 6.5 ઈંચ, વંથલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે દિયોદર અને ડિસામાં 4.2 ઈંચ વરસાદ સાથે બગસરા, વિસનગર, જૂનાગઢ, રાપરમાં 4.2 ઈંચ અને વિજાપુર, થરાદ, વડગામ, ઈડરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.

ધ્રાંગધ્રા અને સતલાસણામાં 3.8 ઈંચ વરસાદ અને કોડીનાર, માળિયાહાટીના, ચાણસ્મા અને દાંતીવાડામાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ખેરાલુ, દાંતા, હળવદ અને સમીમાં 3.4 ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીમાં મહોલ છે. તેમજ પલસાણા, હારીજ, સોજિત્રા, તાલાલા, વડનગરમાં 3 ઈંચ વરસાદ સાથે પોશીના, ભેંસાણ, ચિખલી, જોટાણામાં 3 ઈંચ છે.