14 વર્ષના વૈભવ સુર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 35 બોલમાં ફટકારી સદી

April 29, 2025

જયપુરમાં વૈભવ સૂર્યવંશીની જય-જયકાર જોવા મળી રહી છે. 14 વર્ષના આ ખૂંખાર બેટ્સમેનની સેન્ચુરી ઈનિંગ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. બિહારના આ લાલ એ પહેલી જ મેચમાં રેકોર્ડ્સને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તેણે પોતાની ત્રીજી જ IPL મેચમાં રેકોર્ડ્સનો અંબાર લગાવી દીધો છે. 

વિરાટ-રોહિત સહિત મોટા-મોટા દિગ્ગજ સૂર્યવંશીના રેકોર્ડની આસ-પાસ પણ નજર નથી આવી રહ્યા. વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. વૈભવના દમ પર રાજસ્થાને 8 વિકેટથી એકતરફી જીત હાંસલ કરી હતી.

IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વર્ષોથી ક્રિસ ગેલના નામ પર છે. તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ હવે વૈભની પાવર હિટિંગ સામે આ રેકોર્ડ પણ જોખમમાં નજર આવી રહ્યો છે. વૈભવ IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેણે યૂસુફ પઠાણનો 37 બોલમાં સદી ફકટારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.