વડોદરામાં PM મોદીના કાર્યક્રમમાં 24 કલાક ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, બે મહિલા બેભાન
May 26, 2025
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા 29 વર્ષના નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે 11 વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. રવિવારે આખો દિવસ, રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા. સવારે 8:00 વાગે નિતેશભાઇ જરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો.
પ્રાથમિક તારણ મુજબ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે, જ્યારે એક વર્ષનું તેમનું નાનું બાળક પણ છે. બનાવના પગલે તેમના સગા વાલા અને મિત્રો સયાજી હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા.
ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026