વર્જિન સેક્સ અથવા વર્જિનિટી વિશે તમે કેટલું જાણો છો?

June 20, 2023

વર્જિન સેક્સનો અર્થ સરળ ભાષામાં પહેલી વારનું સેક્સ કહી શકી શકાય, પરંતુ વર્જિન સેક્સ (વર્જિનિટી ગુમાવવી)ની બાબતમાં ઘણી ભ્રમણાઓ ફેલાયેલી છે. સમાજમાં વર્જિનિટી માત્ર યુવતીઓ માટે પ્રયોજાતો શબ્દ બનીને રહી ગયો છે! વર્જિન સેક્સ અંગે મોટાભાગના લોકોનું માનવું છે કે પહેલી વાર શારીરિક સંબંધ રાખવા દરમિયાન સ્ત્રીને વધારે દુખાવો થાય અને અને તેમની વજાઈનામાંથી લોહી વહે છે.

જો કોઈ સ્ત્રી પહેલી વાર શારીરિક સંબંધ રાખતી વખતે કોઈ પ્રકારના દુખાવાનો અનુભવ ન કરે કે પછી તેનો પાર્ટનર તેને તે વર્જિન નથી એવું માની લે છે અને તેના પર હંમેશાં શંકા જ કરતો રહે છે. જે ખરેખર તો યોગ્ય નથી. વાસ્તવમાં વર્જિન શબ્દનો ઉપયોગ એવી વસ્તુઓ માટે કરવામાં આવે છે જે સંપૂર્ણપણે શુદ્ધ હોય છે. જેમાં કોઈ અન્ય કેમિકલ અથવા અન્ય કોઈ પ્રકારનું મિશ્રણ ન હોય. આ જ તર્ક પર વર્જિન શબ્દને સેક્સ સાથે પણ જોડવામાં આવ્યો છે. વર્જિન સેક્સ અંગે સ્ત્રી અને પુરુષોએ સાચી જાણકારી મેળવી લેવી જોઈએ કે જેથી પહેલી વખતના શારીરિક સંબંધ વખતે કોઈ પ્રકારનો મતભેદ કે અન્ય ખરાબ સ્થિતિ તે સમયે કે ભવિષ્યમાં પણ પેદા ન થાય.

કૌમાર્ય (વર્જિન) શું છે?
વર્જિન એક અંગ્રેજી શબ્દ છે જેને કૌમાર્ય કે કુંવારી કહે છે. વર્જિન શબ્દનો અર્થ એવો પુરુષ કે મહિલા હોય છે જેણે ક્યારેય સેક્સ ન માણ્યું હોય.

વર્જિન હોવાનો અર્થ શું છે?
વર્જિન સેક્સ (વર્જિનિટી ગુમાવવી) એક મહિલા અથવા પુરુષ બંને માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જોકે, બંનેનો સેક્સ સાથે જોડાયેલો પહેલો અનુભવ અલગ અલગ હોઈ શકે છે. અલગ અલગ લોકો વર્જિન હોવાની અલગ અલગ વ્યાખ્યા કરે છે. કેટલાંક લોકોને માત્ર જુદી રીતે સેક્સ માણવાનો આનંદ આવે છે, તેમણે ક્યારેય સંપૂર્ણ સેક્સ માણ્યું હોતું નથી. આવા લોકોને અમુક લોકો વર્જિન માને છે તો અમુલ લોકો નથી માનતા. તેથી જ આ શબ્દને પરિભાષિત કરવાનો કોઈ ચોક્કસ તર્ક નથી. પહેલી વાર સેક્સ કર્યું છે કે નહીં તે બાબત પર ભાર આપવાને બદલે એક સાથીએ બીજા સાથીને શારીરિક સંતુષ્ટિ અને તેમની સાથે સેક્સ દરમિયાનનો અનુભવ કેવો રહ્યો તે અંગે વાતચીત કરવી જોઈએ. જો તમે અથવા તમારો પાર્ટનર પહેલી વાર શારીરિક સંબંધ રાખવાના હો તો તમારે અહીં જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વર્જિન સેક્સ માત્ર એક અવધારણા છે
વર્જિન સેક્સ સાથે જોડાયેલી ઘણી ભ્રમણાઓને આપણે માત્ર એક સામાજિક અવધારણા જ માની શકીએ. જેને બદલવા માટે સેક્સ એજ્યુકેશન પર ભાર આપવાની જરૂર છે.

કેમ મહિલાઓ સાથે જોડાયે
વાસ્તવમાં મહિલાઓની વજાઈનાના પ્રવેશદ્વાર પર માંસથી બનેલી એક પાતળી પરત હોય છે જેને હાઈમન કહેવામાં આવે છે. જે અંગે લોકોનું માનવું છે કે આ પરત તૂટે છે ત્યારે જ મહિલાએ પહેલી વાર સેક્સ કર્યું હોય છે અને તેથી જ પહેલી વાર સેક્સ કરતી વખતે મહિલાઓની વજાઈનામાંથી લોહી નીકળે છે તથા તેને બહુ વધારે દુખાવાનો અનુભવ થઈ શકે છે. જ્યારે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ સાથે આવી કોઈ સ્થિતિ જોડાયેલી નથી. તેથી જ પુરુષોના વર્જિન હોવા કે ન હોવા પર સવાલો થતા નથી. હાઈમનના આકાર-પ્રકારની વાત કરીએ તો દરેક મહિલાઓમાં તેની પરત જાડી કે પાતળી હોઈ શકે છે. જે ઘણાં કારણોથી તૂટી શકે છે જેમ કે -

  • એક્સરસાઈઝ કરવી
  • સાઇકલ ચલાવવી
  • સ્વિમિંગ કરવું
  • ભારેભરખમ વસ્તુ ઉઠાવવી
  • બહુ વધારે શારીરિક કાર્ય કરવું
  • ઉછળકૂદવાળી રમત રમવી
  • જન્મથી જ હાઈમનનું ખુલ્લું હોવું
  • મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવો
  • વજાઈનામાં કોઈ પ્રકારની બહારની વસ્તુઓ કે આંગળી ઈન્સર્ટ કરવી વગેરે.
  • કૌમાર્ય પાછું મેળવી શકાય છે!
  • ઉપરોક્ત ગતિવિધિથી હાઈમન ખેંચાઈ શકે છે અને ત્યારે તે સ્ત્રીને દુખાવો કે રક્તસ્ત્રાવ થઈ શકે છે. જોકે, બધા માટે તેનો અનુભવ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ એક વાર હાઈમનની પરત તૂટ્યા પછી તે ફરીથી તેની જાતે પહેલાં જેવી થઈ શકતી નથી, પરંતુ અમુક પ્રકારની સર્જરીનો વિકલ્પ અત્યારે છે જેનાથી સ્ત્રી પોતાની વર્જિનિટી કે કૌમાર્ય પાછું મેળવી શકે છે. અત્યારે ગમે તે કારણસર હાઈમનની પરત તૂટી ગઈ હોય તો પણ પોતાની અને પાર્ટનરની ફેન્ટસી માટે થઈને ઘણી યુવતીઓ વર્જિનિટી માટેની સર્જરી કરાવતી હોય છે.

બીજાનું ન સાંભળો, મહત્ત્વનું છે તમે શું માનો છો
જો પાર્ટનર સાથે એક સુખમય અને સંપૂર્ણ સંતુષ્ટિવાળી સેક્સલાઈફ ઇચ્છતા હો તો તમારે હંમેશાં તમારા પાર્ટનરની પસંદ કે નાપસંદ અંગે વિચાર કરવો જોઈએ. બંને પાર્ટનરે એકબીજાને સેક્સ સાથે જોડાયેલી તેમની ભાવનાઓ અને પસંદગી વિશે પૂછવું જોઈએ. બીજા લોકો વર્જિન સેક્સને લઈને કયા પ્રકારના સિદ્ધાંતમાં માને છે તે વિશે વધારે ચિંતા કરવી જોઈએ નહીં.

પહેલી વાર સેક્સ ક્યારે માણવું જોઈએ?
પહેલી વાર સેક્સ કઈ ઉંમરમાં માણવું જોઈએ તેને લઈને દરેકનો મત અલગ અલગ હોઈ શકે છે. એક સામાજિક પરિવેશ અનુસાર સ્ત્રી કે પુરુષે લગ્ન કર્યાં પછી માત્ર પોતાના પાર્ટનર સાથે જ પહેલી વાર સેક્સ માણવું જોઈએ. જોકે, એક ઉંમર અને અનુભવ પછી સેક્સ દરેક માટે શારીરિક રીતે જરૂરિયાત માની શકાય. જો તમને લાગતું હોય કે તમે સેક્સ માણવા માટે શારીરિક અને માનસિક રીતે ફીટ છો તો પહેલી વારના સેક્સનો અનુભવ તમારા માટે સારો રહી શકે છે. સાથે જ સેક્સનો પહેલી વારનો હોય કે ત્રીજી, ચોથી, પાંચમી વખતનો, તમારે હંમેશાં પાર્ટનરની ઇચ્છાઓ અને વિચારોનું સન્માન કરવું જોઈએ અને સુરક્ષિત સેક્સના વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ.