હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું- રાહુલ ગાંધી

March 24, 2023

સજાના નિર્ણય બાદ આજે લોકસભા સભ્યપદ રદ કરાયા બાદ રાહુલ ગાંધીએ પ્રથમ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈ હાલ મોટો વિવાદ ચાલી રહ્યો છે. સુરત કોર્ટ દ્વારા ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવાનો ગુરુવારે નિર્ણય કરાયો હતો, તો આજે આ વિવાદને લઈ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પ્રથમ પ્રતિક્રિાય આપી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘હું દેશ માટે લડી રહ્યો છુ અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. સુરત કોર્ટ દ્વારા ગઈકાલે રાહુલ ગાંધીને બે વર્ષના સજા સંભળાવ્યા બાદ આજે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરાયું છે, જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાહુલ ગાંધીના સભ્ય પદને લઈ લોકસભા સચિવાલય દ્વારા પણ આદેશ જારી કરાયો છે. રાહુલને સુરતની એક કોર્ટે માનહાની કેસમાં ગુરૂવારે દોષિત ઠેરવીને 2 વર્ષની કેદની સજા જાહેર કરી હતી.