વેનેઝુએલા સામે સૈન્ય કાર્યવાહી કરી તો...', બ્રાઝિલના પ્રમુખે અમેરિકાને આપી ધમકી!
December 21, 2025
દક્ષિણ અમેરિકાના શક્તિશાળી દેશ બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વાએ વેનેઝુએલામાં કોઈપણ પ્રકારની સશસ્ત્ર સૈન્ય દખલગીરી સામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય બળનો પ્રયોગ કરવામાં આવશે, તો તે સમગ્ર લેટિન અમેરિકા ક્ષેત્ર માટે અત્યંત ઘાતક અને વિનાશક સાબિત થશે.
20 ડિસેમ્બર, 2025ના રોજ આયોજિત 'મર્કોસુર' અને તેના સાથી દેશોના 67મા શિખર સંમેલનમાં સંબોધન કરતા પ્રમુખ લુલાએ અમેરિકા દ્વારા વેનેઝુએલા પર વધતા જતા સૈન્ય દબાણ અંગે ગંભીર વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'અમેરિકા દ્વારા આપવામાં આવી રહેલી ધમકીઓ, દરિયાઈ નાકાબંધી અને કેરેબિયન દેશ વેનેઝુએલામાં સૈન્યની હાજરી ચિંતાજનક છે.' પ્રમુખ લુલાએ આને બાહ્ય શક્તિ દ્વારા ક્ષેત્રમાં બિનજરૂરી દખલ ગણાવી હતી, જેના કારણે સમગ્ર લેટિન અમેરિકામાં ગભરાટ અને અશાંતિનો માહોલ છે.
બ્રાઝિલ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે, 'દક્ષિણ અમેરિકા માટે શાંતિ અને સમૃદ્ધિ જ એકમાત્ર સાચો માર્ગ છે. તેમણે ચેતવણી આપી કે વેનેઝુએલામાં સશસ્ત્ર હસ્તક્ષેપ સમગ્ર ખંડ માટે 'માનવીય હોનારત' બની શકે છે અને તે વિશ્વ માટે એક ખતરનાક ઉદાહરણ પૂરું પાડશે.' લુલાએ વધુમાં જણાવ્યું કે તેમણે તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં તેમણે ટ્રમ્પને સલાહ આપી હતી કે સૈન્ય ટકરાવના બદલે વાતચીત અને રાજદ્વારી માર્ગ અપનાવવો વધુ પ્રભાવશાળી અને ઓછો નુકસાનકારક રહેશે.
Related Articles
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના...
Jan 27, 2026
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા...
Jan 27, 2026
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત...
Jan 27, 2026
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન, અમેરિકી સૈન્યની તાકાત વધી
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન...
Jan 27, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
26 January, 2026