ગુજરાતની 17 જેલોમાં આજે સવારે 7 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન, સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળ્યા
March 25, 2023

ગાંધીનગર : ગુજરાતની 17 જેલોમાં ગઈકાલે રાતથી આજ સવારના 7 વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા. આ માદક દ્રવ્યોને લઈને સેન્ટ્રલ જેલ ખાતે FSLની ટીમ આવશે. આ તપાસ બાદ રિપોર્ટ બનાવી ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.
આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સુરતના લાજપોર જેલમા સવારે 5 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સર્ચ ઓપરેશમાં મોબાઈલ ફોન અને ચરસની પડીકીઓ મળી હતી. આ ઉપરાંત સુરતમાં પોલીસ તપાસ કરે તે પહેલા જ જેલના કેદીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેલના કેદીઓએ કેટલીક બેરેકમાં ટ્યુબલાઈટ તોડી નાખી હતી.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023