IPL 2025માં KKRના 54 કરોડના આ 5 ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું, હવે પત્તાં કપાય તેવી શક્યતા
May 27, 2025

કોલકાતાએ વેંકટેશ અય્યરને લગભગ 24 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન ન તો બેટિંગમાં સારું હતું કે ન તો બોલિંગમાં સારું યોગદાન આપ્યું. અય્યર એક પણ મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. હવે ટીમે તેની ભૂમિકા વિશે વિચારવું પડશે. અય્યરે 11 મેચમાં માત્ર 160 રન બનાવ્યા.
એક સમય હતો જ્યારે આન્દ્રે રસેલનું નામ જ વિરોધી ટીમોમાં ડર પેદા કરી દેતું હતું, પરંતુ હવે તે સમય પૂરો થઈ ચૂક્યો છે. આ સિઝનમાં તેણે માત્ર 167 રન બનાવ્યા અને 8 વિકેટ લીધી. 11 કરોડ રૂપિયામાં તે ન તો ફિટ રહ્યો અને ન તો ફોર્મમાં.
2023નો હિરો રિંકુ સિંહને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો પરંતુ આ સિઝનમાં તેનું પ્રદર્શન ખૂબ જ એવરેજ રહ્યું. તેણે આ સીઝનમાં માત્ર 197 રન બનાવ્યા અને મહત્વપૂર્ણ ક્ષણોમાં ફેલ થયો. માત્ર એક સારી સીઝનના દમ પર વારંવાર તક આપવી એ હવે સમજદારીભર્યું નથી.
ક્વિન્ટન ડી કોકે આખી સિઝનમાં માત્ર એક જ શાનદાર ઈનિંગ રમી. તેણે રાજસ્થાન સામે 97 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. તેણે માત્ર 143 રન બનાવ્યા. જ્યારે રહેમાનુલ્લાહ ગુરબાઝ વધુ સુગમતા બતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ડી કોકને રિલીઝ કરવો યોગ્ય રહેશે. કોલકાતાએ ક્વિન્ટન પર 3 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.
KKRએ ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કર્યો પરંતુ તેણે નિરાશ કર્યા. તેની બોલિંગ ઠીક હતી, પરંતુ બેટિંગમાં તેનું કોઈ ખાસ યોગદાન નથી રહ્યું. તેની ઉંમર પણ હવે વધી રહી છે અને KKRએ હવે નવા વિકલ્પ તલાશવા પડશે. મોઈન અલીને કોલકાતાએ 2 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો.
Related Articles
IND vs UAE: એશિયા કપમાં આજે ટીમ ઈન્ડિયા અને UAE વચ્ચે મુકાબલો, પહેલાં બોલિંગ કરનારની થાય છે જીત!
IND vs UAE: એશિયા કપમાં આજે ટીમ ઈન્ડિયા...
Sep 10, 2025
'હું ધારું તો બેઈજ્જતી કરી શકું પણ...', છૂટાછેડા બાદ પણ ચહલનું સન્માન કરતી હોવાનો ધનશ્રીનો દાવો
'હું ધારું તો બેઈજ્જતી કરી શકું પણ...',...
Sep 09, 2025
આજથી એશિયા કપ 2025થી શરૂ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે પહેલી મેચ
આજથી એશિયા કપ 2025થી શરૂ, અફઘાનિસ્તાન અન...
Sep 09, 2025
ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ
ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજય...
Sep 08, 2025
Hockey Asia Cup 2025: ચોથી વખત ચેમ્પિયન બન્યું ભારત, સાઉથ કોરિયાને 4-1થી હરાવી વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય
Hockey Asia Cup 2025: ચોથી વખત ચેમ્પિયન...
Sep 08, 2025
વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી, BCCIના નિર્ણયને કારણે થયો વિવાદ
વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર...
Sep 03, 2025
Trending NEWS

10 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025