મહારાષ્ટ્રમાં 60 ફૂટની ઊંચાઈથી રેલવે ટ્રેક પર 20 લોકો પટકાયા, 8ની હાલત ગંભીર

November 27, 2022

રેલવે બ્રિજનો એક ભાગ તૂટી જતા લોકો પાટા પર પટકાયા


ઘટનામાં અત્યાર સુધીમાં 13 ઈજાગ્રસ્તોના નામ સામે આવ્યા


મુંબઈ- હાલ મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ આવેલો છે, જેનો એક ભાગ તૂટી ગયો છે. આ પુલ પરથી આ સમયે ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ પુલની ઊંચાઈ લગભગ 60 ફુટ છે. એટલે કે જે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે લોકો 60 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના નામ સામે આવ્યા છે.