મણિપુરમાં સરકારની જાણ બહાર જ બની ગયો છ જિલ્લાઓને જોડતો ‘રિંગ રોડ’!
December 29, 2025
ઇમ્ફાલ: જાતિગત હિંસાની આગથી બળેલા મણિપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેણે રાજ્ય સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. આ રિંગ રોડને કથિત રીતે રાજ્ય સરકારની પૂર્વમંજુરી વિના જ બનાવી દેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારની મંજૂરી વગર છ જિલ્લાઓમાંથી પસાર થતો એક ‘રિંગ રોડ’ બનાવવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ આ ગેરકાયદેસર રોડના નિર્માણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. ખાસ વાત એ છે કે, સ્થાનિક સ્તરે આ રોડના કેટલાક હિસ્સાને ‘જર્મન રોડ’ અથવા ‘ટાઈગર રોડ’ તરીકે ઓળખવામાં આવે છે, જે કુકી ઉગ્રવાદીઓના ઉપનામો પરથી રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
મીડિયા અહેવાલો અનુસાર, આ ગંભીર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોલકાતા સ્થિત NGTની બેંચે ૨૩ ડિસેમ્બરે મણિપુર સરકારને નિર્દેશ આપ્યો કે આ રોડનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવે. NGT એ મણિપુરના મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે તેઓ અસરગ્રસ્ત છ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને આ આદેશનું કડક પાલન કરાવવા સૂચના આપે. ઉલ્લેખનીય છે કે, આ ગેરકાયદેસર રોડ ઈમ્ફાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકની મદદથી બની રહેલા સત્તાવાર રિંગ રોડથી સંપૂર્ણપણે અલગ છે.
Related Articles
તમિલનાડુમાં SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા
તમિલનાડુમાં SIRની અંતિમ મતદાર યાદી પ્રસ...
Feb 24, 2026
મેક્સિકોમાં હિંસા બેકાબૂ બની, ચારે તરફ સળગતી ગાડીઓના ઢગલાં, શાળાઓ બંધ, એરપોર્ટ ઠપ્પ
મેક્સિકોમાં હિંસા બેકાબૂ બની, ચારે તરફ સ...
Feb 24, 2026
દિલ્હીથી લેહ જતા પ્લેનમાં લાગી આગ, તાત્કાલિક કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી લેહ જતા પ્લેનમાં લાગી આગ, તાત્ક...
Feb 24, 2026
ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ
ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહ...
Feb 24, 2026
AI સમિટનું સમાપન, પીએમ મોદીએ કહ્યું, ટેકનોલોજીમાં યુવા પ્રતિભાની વિચારસરણી માનવતા માટે ફાયદાકારક સાબિત થશે
AI સમિટનું સમાપન, પીએમ મોદીએ કહ્યું, ટેક...
Feb 23, 2026
કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું, વિસ્તરણથી ક્ષમતા 13.1 મિલિયન
કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્...
Feb 23, 2026
Trending NEWS
23 February, 2026
23 February, 2026
23 February, 2026
23 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026