મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદથી સ્થિતિ વધુ ખરાબ, શાળાઓ અને કોલેજો બંધ રખાઈ

August 19, 2025

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ગઈકાલે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે રસ્તા પર ટ્રાફિક ખૂબ જ પ્રભાવિત થયો છે. લોકલ ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. આ સાથે, તેની અસર હવે હવાઈ સેવાઓ પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ત્યારે એરલાઇન્સ કંપની  ઈન્ડિગોએ મુસાફરો માટે ખાસ મુસાફરી સલાહકાર જારી કર્યો છે અને દરેકને સમયસર તૈયારી કરવા અપીલ કરી છે, જેથી મુશ્કેલી ટાળી શકાય.
 
મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી છે. ખાસ કરીને હવાઈ સેવાઓ પર અસર પડી છે. એરલાઈન કંપની ઈન્ડિગોએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એરલાઇન્સે યાત્રીઓને અપીલ કરતા કહ્યું કે યાત્રા માટે નીકળી રહ્યા હોવ તો સામાન્ય ટાઇમ કરતા વધારે પહેલા નીકળો અને ફ્લાઇટની લેટેસ્ટ જાણકારી ઇન્ડિગોની મોબાઇલ એપ કે વેબસાઇટ પર જુઓ. અમારી ટીમ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને સેવા સુચારુ થાય તે માટે સતત કામ કરી રહી છે. યાત્રિકોની સુરક્ષા અને આરામ, શાંત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અસુવિધા માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ. તમારા ધૈર્ય અને સહયોગની સરાહના કરીએ છીએ.