એક કલાકમાં રૂ. 50 હજાર કરોડનું નુકસાન! ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ, બિટકોઇન-ઈથેરિયમ ધરાશાયી
October 11, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ક્રિપ્ટો માર્કેટમાં રોકાણકારોએ એક કલાકમાં જ છ અબજ ડૉલર (રૂ. 50 હજાર કરોડ) ગુમાવ્યા છે.
ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઇન ગઈકાલે શુક્રવારે સાંજે 5.20 વાગ્યે 8.4 ટકા તૂટી 104782 ડૉલર થયો હતો.જ્યારે ઈથેરિયમ 5.8 ટકા તૂટ્યો હતો. જાહેરાતના એક કલાકમાં જ રોકાણકારોને 6 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.
ચીન દ્વારા દુર્લભ ખનિજોની નિકાસ મામલે અંકુશો લાદવાની જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે ગઈકાલે ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. અમેરિકા ચીન પાસેથી 30 ટકા ટેરિફ તો વસૂલે જ છે, હવે આ નવા 1 નવેમ્બરથી લાગુ થતાં 100 ટેરિફ સાથે ચીન પર ટેરિફ બોજો કુલ 130 ટકા થશે. વધુમાં ક્રિટિકલ સોફ્ટવેરની નિકાસ પર પણ પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પની ટેરિફ પોસ્ટથી બિટકોઇન 12 ટકાથી વધુ તૂટ્યો હતો. સમાચાર લખાયા ત્યારે શનિવારે બપોરે 12.46 વાગ્યે પણ 8.14 ટકાના ઘટાડે 111404.99 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. સંસ્થાકીય રોકાણકારોએ ટ્રેડ વોરની ભીતિના પગલે ક્રિપ્ટો માર્કેટમાંથી મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. રિટેલ રોકાણકારોને મોટું નુકસાન થયું છે. ટોચની બીજી ક્રિપ્ટો કરન્સી ઈથેરિયમ 12.94 ટકા તૂટી છે. આ સિવાય અન્ય ક્રિપ્ટો કરન્સી સોલાના, ડોઝકોઇન, કાર્ડાનોમાં 16થી 25 ટકાનું ગાબડું નોંધાયું છે.
ટ્રમ્પની જાહેરાતથી એક જ કલાકમાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાંથી 6 અબજ ડૉલર (અર્થાત્ રૂ. 50 હજાર કરોડ) રોકાણ પાછું ખેંચાયુ હતું. છેલ્લા 24 કલાકમાં બિટકોઇનની કિંમત 17927.25 ડૉલર ઘટી છે. સમાચાર લખાયા ત્યારે ક્રિપ્ટો કરન્સીની કુલ માર્કેટ કેપ 47 હજાર કરોડ ડૉલર ગગડી 3.73 લાખ કરોડ ડૉલર થઈ છે.
Related Articles
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિય...
Jul 25, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અને ચાંદીમાં ₹5,387નો કડાકો, રોકાણકારોમાં ચિંતા
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અ...
Jul 13, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026