ટેરિફ વોરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા જે ડી વેન્સ, અક્ષરધામ મંદિરમાં દર્શન બાદ PM મોદી સાથે કરશે બેઠક
April 21, 2025
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ આજે એટલે કે સોમવારે ચાર દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. વેન્સ તેમના ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે, જયાંતેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા અને પછી તેને સ્થગિત કરવામાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જે ડી વેન્સ ભારતની પહેલી મુલાકાત આવ્યા છે. જેમાં ભારત અને અમેરિકા ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર સતત ચર્ચા કરી રહ્યા છે.
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ સાંજે 6.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળશે. આ દરમિયાન, વેપાર, ટેરિફ, પ્રાદેશિક સુરક્ષા અને એકંદર દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
Related Articles
પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના હેઠળ 1 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે
પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના હેઠળ 1 કરોડથી...
Feb 01, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025