રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 133 કેસ નોંધાયા, 48 દર્દીઓ સાજા થયા

March 19, 2023

રાજકોટ- અમદાવાદમાં સૌથી વધુ કેસ 70, રાજકોટ જિલ્લામાં 11, સુરત જિલ્લામાં 10, મહેસાણા 16 કેસ નોંધાયા
ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 133  કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 70 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 740 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 70, રાજકોટ જિલ્લામાં 11, સુરત જિલ્લામાં 10, મહેસાણા 16, વડોદરા 6, ભાવનગર 1, ભરૂચ 3, ગાંધીનગર જિલ્લામાં 3, સુરેન્દ્રનગર 1, પોરબંદરમાં 2 કેસ નોંધાયો છે. રાજકોટ, મહેસાણા, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.