ઉમરગામમાં 15 મિનિટ સુધી ભારે વરસાદી ઝાપટુ પડ્યું

March 21, 2023

વાપી : વલસાડ જિલ્લામાં આવેલા માવઠા બાદ ઘણા દિવસોથી વાતાવરણ વાદળછાયું રહેતા ગઇકાલે સોમવારે મધરાતે ઉમરગામમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. 15 મિનિટ સુધી પડેલા વરસાદને લઇ ઠેર ઠેર પાણી પાણી થઇ ગયું હતું.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ થોડા દિવસો અગાઉ માવઠુ પડ્યા બાદ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં થતા ફેરફારોને કારણે ખાસ કરી ધરતીપુત્રો ખૂબ જ ચિંતામાં મુકાયા હતા. વાદળછાયું વાતાવરણ સાથે બફારાને લઇ મુશ્કેલી વધી ગઇ હતી. ત્યારે ગઇકાલે સોમવારે મધરાતે જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લગભગ 15 મિનિટ સુધી પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી પાણી થઇ ગયું હતું. જાહેર માગોઁ પર પાણી ભરાયા હતા.

 વલસાડ જિલ્લામાં માવઠા અને વાદળછાયા વાતાવરણને લઇ ખેડૂતોના પાકને નુકશાનની ભિંતિને લઇ ભારે ચિંતા વધી ગઇ છે. ખસા કરી દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડ હાફૂસ સહિતની કેરીના પાકને નુકશાન થયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વષેઁ કેરીનો પાક વધુ આવવાની આશા સાથે ભારે મહેનત કરાઇ હતી. આંબા પર મોટાપ્રમાણમાં મંજૂરો ફૂટી નિકળી હતી. પણ માવઠાને કારણે ભારે મુશકેલી ઉભી થઇ હોવાનું જણાવ્યું હતું. વધુમાં આવી પરિસ્થિતિ રહી તો આખા વષઁની મહેનત પાણીમાં જશે એવી શકયતા નકારી શકાય નહી.