Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

IND vs ENG : 6 રેકોર્ડ તૂટ્યા, ગિલે રચ્યો ઈતિહાસ, સિરાજે પણ બુમરાહની બરાબરી કરી

August 05, 2025

પ્લેયર ઓફ ધ મેચ સિરાજે પાંચ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ચાર વિકેટ ઝડપતાં ભારતે ઈંગ્લેન્ડના હાથમાંથી જીતને આંચકી લેતાં પાંચમી અને આખરી ટેસ્ટમાં છ રનથી ભારે રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતના ટેસ્ટ ઈતિહાસનો આ સૌથી ટૂંકા અંતરનો વિજય હતો અને આ સાથે યુવા કેપ્ટન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.  શુભમન ગિલે આ ટેસ્ટમાં આ ઈનિંગ રમ્યા બાદ 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને પોતાના નામે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં ભારત માટે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. આ ટેસ્ટમાં બનેલા 6 મોટા રેકોર્ડ જુઓ.
મોહમ્મદ સિરાજે 23 વિકેટ ઝડપી : ફાસ્ટ બોલર સિરાજ છેલ્લી ટેસ્ટનો હીરો રહ્યો, તેણે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ હોલ કરી હતી. છેલ્લા દિવસે ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર હતી, જેમાંથી સિરાજે એકલાએ 3 વિકેટ લીધી હતી. આ સાથે જ સિરાજે આ સીરિઝમાં 23 વિકેટ લઈને બુમરાહના રેકોર્ડની બરાબરી કરી. આ ભારતીય બોલર દ્વારા ઈંગ્લેન્ડમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. બુમરાહે 2021-22માં 23 વિકેટ લીધી હતી.
એન્ડરસન-તેંડુલકર સીરિઝમાં સૌથી વધુ વિકેટ : આ શ્રેણી સાથે શરૂ થયેલી એન્ડરસન-તેંડુલકર સીરિઝમાં પણ મોહમ્મદ સિરાજ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 5 ટેસ્ટ રમી અને 23 વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડનો જોશ ટોંગ બીજા નંબર પર છે, તેણે 19 વિકેટ ઝડપી છે. 
ભારતીય ક્રિકેટ ટીમની સૌથી ટૂંકા અંતરની જીત : ભારતીય ટીમે 'ધ ઓવલ'માં 6 રનથી રોમાંચક જીત હાંસલ કરી, જે ટેસ્ટ ક્રિકેટમાં ભારતને સૌથી ઓછા રનના માર્જિનથી મળેલી જીત છે. આ પહેલા 2004માં ભારતે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ 13 રનથી જીતી હતી.
ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 3,809 રન બનાવ્યા : ભારતે આ સીરિઝમાં 3,809 રન બનાવ્યા, જે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં કોઈ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. ઈંગ્લેન્ડ ભારત સામે સતત ચોથી સીરિઝ જીતવામાં નિષ્ફળ રહ્યું.
જો રૂટે સ્ટીવ સ્મિથની કરી બરાબરી : જો રૂટે પાંચમી ટેસ્ટમાં 105 રન બનાવ્યા, જે ભારત સામે ટેસ્ટમાં તેની 13મી અને 16મી આંતરરાષ્ટ્રીય સદી છે. ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેણે સ્ટીવ સ્મિથની બરાબરી કરી લીધી છે.
શુભમન ગિલે તોડ્યો 35 વર્ષ જૂનો રેકોર્ડ : ભારતીય કેપ્ટન શુભમન ગિલે આ સીરિઝમાં 754 રન બનાવ્યા છે, તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ગ્રાહમ ગૂચનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિલ ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ગૂચના નામે હતો, તેણે 1990માં 752 રન બનાવ્યા હતા.