Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ

June 21, 2025

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 20 જૂન (શુક્રવાર)થી લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે (21 જૂન) આ મુકાબલાનો બીજો દિવસ છે. ઋષભ પંત સદી ફટકારી છે. પંતની ટેસ્ટ કરિયરની સાતમી સદી છે. જ્યારે શુભમન ગિલ 227 બોલમાં 147 રન બનાવીને આઉટ થયો છે. ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 430 રન છે.

ઋષભ પંતની રેકોર્ડતોડ સદી

ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.

પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે.  તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું. 

વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ: 

  • રિષભ પંત- 7 
  • મહેન્દ્ર સિંહ ધોની- 6 
  • રિદ્ધિમાન સાહા- 3