સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 પ્રચંડ હેલિકોપ્ટર ખરીદશે

March 28, 2025

કેન્દ્ર સરકારે  ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS) ડીલને મંજૂરી આપી દીધી છે.


સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયે આ નાણાંકીય વર્ષમાં 2.09 લાખ કરોડ રૂપિયાથી વધુના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત આ સૌથી મોટી ડીલથી સેના શક્તિશાળી તો બનશે જ, સાથે સાથે સ્વદેશી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. LCH પ્રચંડની વાત કરીએ તો આ હેલિકોપ્ટરને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ વિકસાવ્યું છે અને તેને ઊંચાઈવાળા વિસ્તારોમાં સરળતાથી સંચાલન કરી શકાય, તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ એક અત્યાધુનિક હેલિકોપ્ટર છે.
પાકિસ્તાન અને ચીનની સરહદો પહાડી પણ હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે. કેમ કે આ હેલિકોપ્ટરની રેંજ અન્ય હેલિકોપ્ટર કરતા વધુ છે. આ હેલિકોપ્ટર્સ મુખ્ય એરો સ્પેસ કંપની 'હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ' એચએએલ દ્વારા બનાવવામાં આવ્યા છે.